તળાજાના શેત્રુજી પુલ પર થયું ફાયરિંગ – Talaja News – તળાજા સમાચાર

Talaja News – તળાજા સમાચાર

તળાજા સમાચાર – તળાજા તાલુકાના દેવલી ગામ ના બે વ્યક્તિઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તળાજા ભાવનગર હાઇવે ના શેત્રુંજી પુલ પાસે આ ઘટના બની છે.

Talaja News

જાણવા મળેલ વિગતો મુજબ ઘાયલ થનાર વ્યક્તિ અને હુમલો કરનાર વ્યક્તિ તળાજા તાલુકાના દેવલી ગામના જ હતા તળાજા થી વેળાવદર સાઈડ જતાં શેત્રુજી પુલ પાસે હુમલામાં ઘાયલ વ્યક્તિઓ ટુ-વ્હીલર લઈને જઈ રહ્યા હતા અને હુમલો કરનાર વ્યક્તિ પાસે પણ ટુ-વ્હીલર હતું અને સૌથી પહેલા તેમને ટુ વ્હીલર પરથી પછાડીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું.

તળાજા સમાચાર

બંને વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ૧૦૮ની મદદથી તેમને નજીકનાં તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવેલ.પોલીસ તંત્રને પણ આ ઘટનાની જાણ થતાં સત્વરે તેવો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

હવામાન સમાચાર

બાઈક ઉપર આવેલ બન્ને હુમલા ખોર વ્યક્તિઓ દેવલી ગામ ના હોવાનું જાણવા મળેલ છે અને હુમલો જેમના પણ થયો છે એ બંને વ્યક્તિ દેવીપુજક છે એવી માહિતી મળી રહી છે.

બાઈક ઉપર આવેલ બન્ને હુમલાખોરોમાંથી એક વ્યક્તિએ ગાડી શરુ રાખી અને બીજી વ્યક્તિ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળેલ છે અને આ હુમલા પાછળનું કારણ એવું મળ્યું છે કે કોઈ જૂની અદાવત અને ઝઘડાના કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો.

બજેટ પ્રવાસ ટિપ્સ માટે : અહીં ક્લિક કરો

નજરે જોનાર વ્યક્તિઓ ના કહ્યા પ્રમાણે ફાયરિંગ કરનાર યુવક યુવક દેવલી ગામ ના મુન્ના નામનો વ્યક્તિ છે અને તે બુટલેગર છે એવી જાણકારી મળેલ છે.

News Source Sandesh News

આવા જ પ્રકારના સમાચાર અપડેટ માટે અમારી સાથે whatsapp અને ટેલિગ્રામ પર જરૂર જોડાઓ.

Leave a Comment

CSS Code For Floating Social S