સુરત ગ્રીષ્મા કેસ ના હત્યારા ફેનીલ ને કોર્ટ દ્વારા આજે સજા સંભળાવવામાં આવી

સુરત ગ્રીષ્મા કેસ હૃદય કંપાવી દે એવી ઘટના એટલે ગ્રીસમાં હત્યાકાંડ, છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્મા ને ન્યાય મળે તે માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને આ કેસનો ચુકાદો જજ દ્વારા આજે ખૂબ જ નિર્ણાયક રીતે સંભળાવવામાં આવ્યો. વર્ષો પહેલા મનુસ્મૃતિ ના જે દંડ વિધાન છે એના આધારે સંભળાવવામાં આવ્યો આવા પ્રકારના દંડથી સમાજમાં ક્યારેય ફરીથી વ્યક્તિ આવા પ્રકારનું ગુનાહિત પ્રવૃત્તિ કરવા આગળ ન વધે એ પ્રકારે સજા સંભળાવવામાં આવી છે.

જઘન્ય અપરાધ કરનારા માટે વિકરાળ પશુ સમાન બિહામણું હોવું જોઈએ દંડવિધાન એવો ઉલ્લેખ ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા કરતાં પહેલાં જજ વિમલ કે . વ્યાસે મનુસ્મૃતિના એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું .

આ શ્લોક હતો …

યત્ર શ્યામઃ જોહિતાક્ષઃ દંડ ચરતિ પાપહા પ્રજા: તંત્ર ન મુદ્દન્તિ નેતા ચૈત્ સાધુ પશ્યતિ

પુરાતન સમયમાં ન્યાય વ્યવસ્થા દ્વારા સમાજને કેવી સુચારુ રીતે ચલાવવામાં આવતો હતો એનું દૃષ્ટાંત આ શ્લોકમાં આપવામાં આવ્યું છે . મહાભારતકાળમાં પણ યુધિષ્ઠિર આ જ દંડવિધાનને ટાંકીને યુવરાજ બન્યા હતા . પ્રજાની સુખાકારીના મૂળ સિદ્ધાંતને વરેલો છે શ્લોક

યત્ર શ્યામઃ જોહિતાક્ષઃ દંડ ચરતિ પાપહા પ્રજા: તંત્ર ન મુદ્દન્તિ નેતા ચૈત્ સાધુ પશ્યતિ ॥૨૫॥

આ શ્લોકનો અર્થ જોઈએ તો જ્યાં શ્યામ વર્ણ અને લાલ નેત્રોવાળા તથા પાપો ( પાપીઓ ) નો નાશ કરનારા’ દંડ’નું વિચરણ થાય છે અને જ્યાં શાસનનો નિર્વાહ કરનારા ઉચિતાનુચિતનો વિચાર કરીને દંડ આપે છે ત્યાં પ્રજા કદી પણ ઉદ્વેગી અથવા તો વ્યાકુળ નથી હોતી . ન્યાયની વ્યવસ્થામાં પ્રજાનો વિશ્વાસ પ્રસ્થાપિત કરે તેવી ઉચિત સજા અને દંડ પાપીઓને આપવાની વ્યવસ્થા પર આ શ્લોક પ્રકાશ પાડે છે.

મહાભારતકાળમાં મનુસ્મૃતિ દંડવિધાનદંડ દુષ્ટ વ્યક્તિઓને ખોટા કાર્યો કરતા અટકાવવા માટે ખૂબ જ અસરકારક મનાતું હતું જેને ટાંકીને સુરત ગ્રીસમાં કેસમા જજ વિમલ કે વ્યાસ દ્વારા આરોપી ફેનિલ ને ફાંસીની સજા સંભળાવી હતી.

Leave a Comment

CSS Code For Floating Social S