ભાવનગર-તળાજા હાઈવે પર અકસ્માત : મહિલાનું ઘટના સ્થળે મોત

ભાવનગર થી સોમનાથ સુધીના ફોરલેન હાઈવે નું કામ શરૂ છે જેમાં ભાવનગર થી તળાજા સુધીનો હાઈવે તૈયાર થઈ ગયો છે અને તેનો ટોલ પણ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ રોડનું હજી ઘણું જ બધું કામ બાકી છે, જ્યાં જ્યાં રોડ ક્રોસિંગ છે ત્યાં યોગ્ય રીતે લાઈટ અને સાઈન બોર્ડ ની વ્યવસ્થા નહીં હોવાના કારણે તેમજ સર્વિસ રોડની પણ યોગ્ય વ્યવસ્થા નથી જેના કારણે આ હાઈવે પર અનેકો અકસ્માતો બને છે.

એન્જિનિયરો, કંપનીઓ અને રાજકારણીઓની મિલીભગતના કારણે લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે ક્યાં સુધી આવું જ ચાલતું રહેશે જલ્દી જ આ રોડનું કામ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવે તે આશા રાખીએ.

ભાવનગર-તળાજા હાઈવે પર તણસા નજીક અકસ્માત સર્જાયો : મહિલાનું ઘટના સ્થળે મોત

ભાવનગર-તળાજા હાઈવે પર તણસા સારવદર નાં પાટિયા પાચે નાંયરા પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર એક યુવાન તથા મહિલાને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાએ સ્થળપર દમ તોડ્યો….

જાણવા મળેલ માહિતી મુજબ ઘટનાસ્થળે મૃત્યુ થનાર મહિલા પાલીવાલ બ્રહ્મ સમાજના હતા અને તેઓનું મૂળ ગામ તરસરા હોવાનું જાણવા મળેલ છે જે હાલ ભાવનગર રહે છે તેઓ પોતાના વતનમાં કોઈ પ્રસંગમાં ગયા હોવાનું જાણવા મળેલ અને જ્યાં તેમને રસ્તામાં અકસ્માત નડયો અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ફરી આ પ્રકારે હાઇવે પર બીજા કોઈ અકસ્માત ના થાય અને કોઈના પણ સ્વજનો મૃત્યુ ન થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ.

Leave a Comment

CSS Code For Floating Social S